ઝાકળ હતું
પાંપણો પર એક ક્ષણ બસ રાતનું ઝાકળ હતું,
મન કહે તું આવશે, એ વાતનું ઝાકળ હતું.
જે વિદાયે બેઉની ભીની હથેળી થઈ હતી,
એ જ તો આ જિંદગીનું હાથનું ઝાકળ હતું.
રોજ તુલસીની કને જે ઓસ ટપકે છે, સખી,
ના ઉષાનું, ના નિશાનું, માતનું ઝાકળ હતું.
સંગ ચાલ્યા’તા જરા, ને અધવચે છોડી ગયા,
ઘાસના તરણા ઉપર, એ સાથનું ઝાકળ હતું.
આ પરાગે પાંદડાં પર જે લખી ભીની ગઝલ,
એ ન’તા શબ્દો જરા, એ જાતનું ઝાકળ હતું.
– પરાગ રતનપરા
#ગઝલ #ઝાકળ #ક્ષણભંગુર #વિદાય #ભીનાશ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dewdrops #FleetingMoments #Parting #TenderHeart #ParagRatanpara