જતું કરો
પાડોશીની ગાડી
તમારા ઝાંપા આગળ પાર્ક છે?
જતું કરો.
ફેમિલી ગ્રુપમાં
કાકાએ ફરી
‘ગુડ મોર્નિંગ’નું ગુલાબ મોકલ્યું?
જતું કરો.
પત્નીએ
દસ વર્ષ જૂની વાત
આજે ફરી કાઢી?
— એ તો
જતું કરવું જ પડે,
નહીં તો
રાતનું ભોજન
પણ જતું કરવું પડશે.
જીવન
એક લાંબી લાઇન છે;
જે જતું કરે,
એ જ
આગળ વધે છે.
– પરાગ રતનપરા