← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જળ તળે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ડેમ આવ્યો, ગામ ડૂબ્યું, ખોરડું પણ જળ તળે,
ગીત બાનું, ચૂલ, ઘંટી, ઓરડું પણ જળ તળે.

પીપળે જ્યાં બાંધતા’તા બાળપણના હીંચકા,
એ જ ડાળી, એ જ લીલું પાંદડું પણ જળ તળે.

હું અલાર્મે રોજ જાગું, થાક લઈ મોડો સદા,
ભોર પ્હેલાં બાંગ દેતું કૂકડું પણ જળ તળે.

એ જ ઝાલર, એ જ મંદિર, એ જ ઢોલી, એ જ ચોક,
સાચવી રાખેલ બાનું લૂગડું પણ જળ તળે.

ઝળહળે છે દૂર નગરો, વીજળી પામી, ‘પરાગ’,
ને ગરીબોનું હતું જે ઝૂંપડું પણ જળ તળે.

– પરાગ રતનપરા

#ગઝલ #ડૂબેલુંગામ #વિસ્થાપન #વતન #વિકાસ #પરાગરતનપરા
#GujaratiGhazal #SubmergedVillage #Displacement #LostHomeland #CostOfDevelopment #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆ વસંતઆગલો લેખ →નીંદર ચોરી ગ્યું