← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઇચ્છાની ખેતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉખેડી એક ઇચ્છાને, જડેથી આગમાં બાળી,
સવારે જોઈ, તો દસ દસ નવી કૂંપળ ભરી ડાળી;
હવે ઇચ્છા ઉગે તો હું ઉખેડું ના, રહું જોતો,
નજરના તાપથી ઇચ્છા સુકાતી જાય છે, ભાળી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવાદળભાઈ (બાળગીત)આગલો લેખ →એક ખૂણો