← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હીરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પથ્થરો તો કેટલાયે ઠોકરે અથડાય છે,
કોઈ એકાદો ઘસીને હીર થઈ પૂજાય છે;
ઘાવ ઝીલે જે હસીને, એ જ ઝળહળતો રહે,
કાચ ભાંગી જાય, હીરો ઘાવ ખાઈ ઘડાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવ્હાલઆગલો લેખ →ગયું પાણી