હાથ ઝાલજે
હાથ ઝાલજે, હરિ, મારો હાથ ઝાલજે,
અંધારી આ કેડીએ તું દીવો થઈને ચાલજે.
પગમાં કાંટા, આંખે ઝાંખપ, માથે મોટો ભાર,
થાક્યો પાક્યો ઊભો છું હું તારે રે દરબાર;
પડું તો મને ઊભો કરજે, આંસુ મારાં ખાળજે…
હાથ ઝાલજે…
સાથી સૌ છૂટ્યા રે મારા, છૂટ્યું ઘરનું આંગણ,
શ્વાસ હવે તો લાગે જાણે ઉધાર લીધાં સગપણ;
કોઈ ન પૂછે ત્યારે, હરિ, તું જ મારું ઘર ભાળજે…
હાથ ઝાલજે…
પરાગ કહે: ફૂલ ખરે ત્યારે માટી ખોળો પાથરે,
એમ જ મારી છેલ્લી પળમાં ખોળો ધરજે આખરે;
શ્વાસ ખૂટે ત્યાં લગી તું મારી વાટ તારે ઘર વાળજે…
હાથ ઝાલજે…
– પરાગ રતનપરા