← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હાસ્યનું મોતી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હોઠ પર જે હાસ્ય ઊગ્યું, એ ઘણું રોયું હશે,
આંસુઓથી આંખનું કાજળ ઘણું ધોયું હશે.
કોઈને ક્યાં જાણ, કે એ રાતભર જાગ્યું ઘણું,
એટલે તો હાસ્યમાં મોતી સમું પ્રોયું હશે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફાગણમાં મીરાંઆગલો લેખ →ઘુવડની સભા