← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગુરુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન દીવો હાથમાં આપ્યો, ન રસ્તો પણ બતાવ્યો’તો,
છુપાયો સૂર્ય મારામાં, હતો, એણે જગાવ્યો’તો;
ન ટાંકણ, ના હથોડી, માત્ર મૂક્યો હાથ માથા પર,
હતો પથ્થર, મને એણે કરી પૂજા સજાવ્યો’તો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખતુલસીક્યારે મંજરીઆગલો લેખ →કાચની નદી