← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘેલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘેલી રે ઘેલી, હું તો શ્યામ નામે ઘેલી,
લોક કહે છે ગાંડી, ને હું કહું: મારો બેલી.

રાણાએ મહેલ દીધા, દીધાં સોનાનાં ઘરેણાં,
મેં તો એક જ માગ્યું: મારા શ્યામ તણાં બે વેણાં;
સાપ મોકલ્યો ટોપલે, તો નીકળી ફૂલની વેલી…
ઘેલી રે ઘેલી…

કરતાલ લઈ ગલીએ ગલીએ, નાચું હું તો સંતો સંગે,
લાજ, શરમ ને કુળની પાઘ, બધું ઓઢ્યું શ્યામ રંગે;
ઝેર પીધું તો અમૃત થયું, એવી મારી હથેલી…
ઘેલી રે ઘેલી…

પરાગ કહે: જેને લાગે એક વાર પ્રેમનું બાણ,
એને દુનિયા લાગે ઝાંખી, ને લાગે શ્યામ જ પ્રાણ;
આ ઘેલછામાં જ સૌથી ઊંડી સમજણ રહી છે પહેલી…
ઘેલી રે ઘેલી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમોટું ઘરઆગલો લેખ →ચૂપચાપ