← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘરમાં હતાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બંધ બારી, બંધ બારણ, મંદિરો ઘરમાં હતાં,
પાયજામે બૉસ સાથે, દફતરો ઘરમાં હતાં.

શંખ, થાળી, ઘંટ ગાજ્યા, ને ગલીઓ ધમધમી,
ને ઉકાળા સાથ સઘળા ડૉક્ટરો ઘરમાં હતાં.

ના બગીચો, ના સડક, બસ ઓરડામાં ચાલવું,
ખાટલો ને ફ્રીજ, વચ્ચે ચક્કરો ઘરમાં હતાં.

કામવાળાં ગામ ચાલ્યાં, ઝાડુ, પોતાં, વાસણો,
એ સમે સાહેબ પણ સૌ નોકરો ઘરમાં હતાં.

આ પરાગે કેદમાં જાણી વ્યથા પંખી તણી,
જે બનાવ્યાં’તાં અમે, એ પિંજરો ઘરમાં હતાં.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #લૉકડાઉન #ઘરેથીકામ #મહામારી #પરાગરતનપરા
#GujaratiGhazal #Humour #Lockdown #WorkFromHome #Pandemic #ParagRatanpara

ગઝલહાસ્ય
← પહેલો લેખઉત્સવઆગલો લેખ →ડૅડી