ઘણું છે
મને એક નાનો ઇશારો ઘણું છે,
તરસને નદીનો કિનારો ઘણું છે.
નથી જોઈતો ચાંદ, આકાશ આખું,
અમાસે ય નાનો સિતારો ઘણું છે.
નથી સ્વપ્ન મોટાં, નથી લાખ ઇચ્છા,
પથિકને ય નાનો ઉતારો ઘણું છે.
ગયો દૂર પરદેશ વર્ષો સુધી, પણ
વતનનો જરા પણ નજારો ઘણું છે.
પરાગે ન માગ્યો બગીચો કદીયે,
કળીમાં જ મ્હેકી ગુજારો ઘણું છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતોષ #સાદગી #વતન #અલ્પમાંસુખ #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #SimpleLiving #Homeland #LessIsMore #ParagRatanpara