છાંયડો
બાળપણમાં તાપમાં બસ ઓઢણીનો છાંયડો,
આજ પણ માથે મળે એ લાગણીનો છાંયડો.
ખેતરે ખેડૂત બળતો, વાદળી વરસી નહીં,
તોય આંખોમાં હતો ત્યાં વાવણીનો છાંયડો.
ધોમ તડકે કે હિમાળે, સૈનિકો જાગે સતત,
દેશ સૂતો છે સુખેથી, છાવણીનો છાંયડો.
ઝૂંપડી ખાલી કરાવી, મોલ ઊભો થઈ ગયો,
ને ગરીબોના નસીબે માગણીનો છાંયડો.
આંગણે રોપ્યો પરાગે બાળપણમાં લીમડો,
પૌત્રને આજે મળે એ રોપણીનો છાંયડો.
– પરાગ રતનપરા
#ગઝલ #છાંયડો #મા #ખેડૂત #સૈનિક #પરાગરતનપરા
#GujaratiGhazal #Shade #MothersLove #Farmer #Soldier #ParagRatanpara