← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘડી બે ઘડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમે દ્વાર ખોલો ઘડી બે ઘડી,
નયનથી ય બોલો ઘડી બે ઘડી.

હવા સાથ ઝૂમે બધાં ડાળખાં,
જરા આપ ડોલો ઘડી બે ઘડી.

નથી પ્રેમ ધંધો, નથી હાટડી,
હિસાબે ન તોલો ઘડી બે ઘડી.

ઉદાસી ભલે રાતના રંગની,
ગુલાલો ય ઢોળો ઘડી બે ઘડી.

પરાગે ધરી ફૂલની વાટકી,
જરા જીભ બોળો ઘડી બે ઘડી.

– પરાગ રતનપરા

#ગઝલ #ક્ષણ #પ્રેમ #જીવનરસ #આજ #પરાગરતનપરા
#GujaratiGhazal #LiveTheMoment #Love #JoyOfLife #CarpeDiem #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખગલૂડિયુંઆગલો લેખ →કૂંપળ