← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘડપણ આવ્યું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવે ઘડપણ આવ્યું રે, ભાઈ, ઘડપણ આવ્યું,
કાને ઓછું આવે, ને મન પાછું બાળપણ લાવ્યું.

ચશ્માં શોધું આખા ઘરમાં, ચશ્માં માથે બેઠાં,
દાંત મૂક્યા પ્યાલામાં, ને પૌત્ર હસે છે હેઠાં;
‘દાદા, દાદા!’ બૂમ પડે, ને હું સમજું ‘મામા આવ્યા’…
હવે ઘડપણ આવ્યું…

દવાની ડબ્બીઓ જોઈને ડૉક્ટર પણ મૂંઝાય,
સવારની ગોળી સાંજે, ને સાંજની રહી જાય;
દીકરો કહે ‘આરામ કરો’, પણ મનડું ગામે ધાયું…
હવે ઘડપણ આવ્યું…

ડોશી સાથે ઓટલે બેસી ગણું સાંજના તારા,
પચાસ વરસ વીત્યાં, તોયે લાગે સરવાળા સારા;
હાથ ધ્રૂજે છે, તોય એનો હાથ મેં ઝાલી રાખ્યો…
હવે ઘડપણ આવ્યું…

પરાગ કહે: ઘડપણ નથી રે ઢળતી કોઈ સાંજ,
એ તો જીવતરની વાંસળીનો છેલ્લો મીઠો સાજ;
હસતાં હસતાં ગાજો, જ્યારે ઘડપણ બારણે આવ્યું…
હવે ઘડપણ આવ્યું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઘણું અઘરું હતુંઆગલો લેખ →સમજાતી નથી