← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગયો ક્યાં?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગઝલનો ધણી એ રસીલો ગયો ક્યાં?
ભરેલો સુરોથી નશીલો ગયો ક્યાં?

હજી રેડિયે ગુંજતો એ જ સ્વર, પણ
અહીં મંચ પરથી છબીલો ગયો ક્યાં?

દરદને ગઝલમાં બદલતો હતો જે,
દરદનો સખા એ હઠીલો ગયો ક્યાં?

હવે શોર, બસ શોર, ને ઢોલ-ત્રાંસાં,
ગઝલનો ગુણી એ કબીલો ગયો ક્યાં?

પરાગે ભરી મ્હેફિલો ખૂબ, તોયે
‘અમારો ગવૈયો સજીલો ગયો ક્યાં?’

– પરાગ રતનપરા

#ગઝલ #શ્રદ્ધાંજલિ #ગઝલગાયકી #સંગીત #સ્મરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Tribute #GhazalSinger #MusicMemories #LostVoice #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમોબાઇલ મહારાજઆગલો લેખ →જો થાય તો