← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગયાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતાં સ્વપ્ન, આવી જગાવી ગયાં,
પછી ઊંઘ આખી ઉડાવી ગયાં.

હવાની લહર જેમ આવ્યાં હતાં,
અને દીપ મારો બુઝાવી ગયાં.

અમે રેત પર નામ લખતા હતા,
તમે છોળ થઈને મિટાવી ગયાં.

ઘડી બે ઘડી બેસવાનું કહી,
મને રાહ જોતો બનાવી ગયાં.

સુગંધી હવામાં ભળી ગ્યો પરાગ,
મને પાંખ આપી, હસાવી ગયાં.

– પરાગ રતનપરા

#ગઝલ #વિરહ #પ્રતીક્ષા #સ્વપ્ન #અધૂરોપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #Waiting #Dreams #FleetingLove #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઘરનું ચિત્રઆગલો લેખ →કાલ