ગઝલમાં
અધૂરું હતું જે, છુપાવ્યું ગઝલમાં,
ગયું ગામ, એને વસાવ્યું ગઝલમાં.
ન રંગો હતા, ના હતી કોઈ પીંછી,
છતાં રૂપ તારું સજાવ્યું ગઝલમાં.
હતું મૌન ભીતર યુગોથી પડેલું,
અમે સ્પર્શથી એ જગાવ્યું ગઝલમાં.
મળી શાલ, શ્રીફળ, ઇનામો ય મંચે,
ખરું જે દરદ, એ ગુમાવ્યું ગઝલમાં.
પરાગે ન બાંધ્યું કશું આ જગતમાં,
અને એક ઉપવન ઉગાવ્યું ગઝલમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #કવિતા #શબ્દ #મુશાયરો #સર્જન #પરાગરતનપરા
#GujaratiGhazal #PoetryOnPoetry #Creation #Mushaira #WordsAndSilence #ParagRatanpara