← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગજરા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચોકમાં ગજરા ધરીને સાંજભર ઊભી રહી,
મોગરાની મ્હેક આખા ગામને દેતી રહી;
એક પણ વેણી ન રાખી ખુદ જ માટે, ને પછી
ભૂખ સાથે ઓઢણું ઓઢી અને સૂતી રહી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખથોડુંઆગલો લેખ →ચૂપ છું