← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગાંઠ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાના, મારી ગાંઠ ઉકેલ,
હું તો સંસારે અટવાયો, જેમ વાડે વળગી વેલ.

એક ગાંઠ છે ઈએમઆઈની, બીજી બાળ-નિશાળ,
ત્રીજી ગાંઠે બા-બાપુની દવા અને સંભાળ;
ચોથી ગાંઠે મન બંધાયું, ક્યાંય ન ચાલે ખેલ…
કાના, મારી ગાંઠ ઉકેલ.

તેં તો ગોપી સાથે રમતાં મટકી ફોડી નાખી,
મારે ભાગે ભારો આવ્યો, મટકી રહી ગઈ બાકી;
તારી વાંસળી વાગે ત્યારે થાઉં હું ય છકેલ…
કાના, મારી ગાંઠ ઉકેલ.

પરાગ કહે: તેં ગીતા ગાઈ, કર્મ કર ને ભૂલ,
હું તો કર્મે બંધાયો ને ફળની ગણું છું ધૂળ;
એક વાર તું હસી દે, તો છૂટે બંધન-જેલ…
કાના, મારી ગાંઠ ઉકેલ.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખધૂપઆગલો લેખ →જાળ