← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગાંડો કહો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે ગાંડો કહો મને, ભલે ગાંડો કહો,
ડહાપણનાં પોટલાં તમે માથે લઈને રહો.

ડાહ્યા ગણે નફો ને ખોટ, ગણે દિવસ ને રાત,
હું તો ગણું ચકલીની ચાંચે ચોખાની સોગાત;
તમે ગણતરીના ઘરમાં ઘડિયાળ થઈને વહો…
ભલે ગાંડો કહો…

વરસાદે હું નાચું, ને તમે છત્રી ખોલો,
હું ઝાડ સાથે વાતો કરું, તમે ‘હલ્લો’ બોલો;
ભીંજાવાની બીકે તમે આખું ચોમાસું સહો…
ભલે ગાંડો કહો…

પરાગ કહે: બુદ્ધિ તો છે બહુ મોંઘી મિરાત,
પણ ગાંડપણે જ થાય છે ઈશ્વરની મુલાકાત;
મીરાં, નરસૈંયો, કબીરો — કોઈ ડાહ્યા હતા? કહો!…
ભલે ગાંડો કહો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખભૂલમાંઆગલો લેખ →સ્ટેશન પર