← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગામની દાયણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અડધા ગામને
આ દુનિયામાં
પહેલી વાર જેણે ઝીલ્યું હતું,
એ દાયણ મા
આજે સવારે ગુજરી ગયાં.

સરપંચ, શેઠ, માસ્તર,
મંદિરના પૂજારી સુધ્ધાં —
સૌની પહેલી ચીસ
એમના ખરબચડા હાથમાં પડી હતી.

કોઈએ યાદ ન રાખ્યું.
માણસ પોતાની પહેલી ચીસ
ક્યાં યાદ રાખે છે?

સ્મશાને જતાં
એમની નનામી પાછળ
માંડ દસ જણ હતા.

પણ જતાં જતાં
પીપળા નીચે રમતું એક છોકરું
અચાનક જોરથી રડી પડ્યું —
જાણે
આખા ગામ વતી
આભાર કહેતું હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછાનું રાખઆગલો લેખ →ઝાંપો