← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છાનું રાખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હૃદયમાં જે લખાયું છે, પ્રિયે, એ નામ છાનું રાખ,
ગલી પૂછે, નગર પૂછે, મિલનનું ઠામ છાનું રાખ.

હવાને ટેવ ચાડીની, નદીને ટેવ બોલ્યાની,
ભલે એ બે કશું બોલે, સખી, તું કામ છાનું રાખ.

ભલે શોધે બધા મારો પતો આખા જગતભરમાં,
મળે છે તું મને જ્યાં, એ સુહાનું ધામ છાનું રાખ.

જગત પૂછે, ‘પ્રણયમાંથી ખરેખર તેં કમાયું શું?’
હસી દેજે જરા હળવું, બધો અંજામ છાનું રાખ.

પરાગે મ્હેક વેરી છે ભલે આખા બગીચામાં,
કયા ફૂલે ઉછેરી'તી, બધું બસ આમ છાનું રાખ.

– પરાગ રતનપરા

#ગઝલ #પ્રેમ #ગુપ્તપ્રેમ #મિલન #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #SecretLove #UnspokenBond #Romance #Whispers #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખભીંડાઆગલો લેખ →ગામની દાયણ