← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે ઘંટનો રણકો, અઝાનો સાંજ ટાણે છે,
અમારું ગામ બંનેને ખુદાનો સાદ જાણે છે;
નથી ઝઘડો, નથી ભીંતો, ન કો' વાડા અહીંયાં તો,
અહીં તો ઈદનો ચાંદો દિવાળીને પિછાણે છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખયશોદાનો પ્રશ્નઆગલો લેખ →સત્ય