ફોન અને મૌન
એક ટેબલ, બે જણા, ને બેઉના કર ફોન છે,
વાત કરવી છે ઘણી, પણ શબ્દ સૌ તો ગૌણ છે.
એક ઘરમાં બેઉ, ‘જમ્યા?’ — ‘હા’ લખી દઈએ તરત,
આંગળી બોલ્યા કરે, ને જીભ જાણે મૌન છે.
સ્માઇલી મેં મોકલી, પણ હોઠ તો હસતા નથી,
આ હૃદયનો આજકાલે બસ ‘ઇમોજી’ ટોન છે.
ફ્લેટ મોટો, કાર મોટી, ઘર ઘણું ચમકે ભલે,
રાતભર બંને વચાળે ઊંઘતી તો ‘લોન’ છે.
આ પરાગે ફોન મૂકી, હાથ એનો ઝાલિયો,
તો હસીને એ કહે છે, ‘ઓળખ પડી? કોણ છે?’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #મોબાઈલ #દાંપત્ય #સંવાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #PhoneAddiction #MarriedLife #LostConversations #ParagRatanpara