ફકીરી
ન માગું કશું, આ નિરાલી ફકીરી,
ઉઘાડી હથેળી, ખુશાલી ફકીરી.
ન કાબા, ન કાશી, ન તીરથ, ન ઝંડા,
ભટકતી ગલીમાં સવાલી ફકીરી.
અમીરો તિજોરી ગણે રાત આખી,
નિરાંતે સુવે છે મવાલી ફકીરી.
ભલે સૌ કરે ધર્મની પણ દુકાનો,
નથી એ જ કરતી દલાલી ફકીરી.
પરાગે હવાને ધરી જાત આખી,
સુગંધે મળી એ કમાલી ફકીરી.
– પરાગ રતનપરા
#ગઝલ #ફકીરી #સૂફી #કબીર #મસ્તી #પરાગરતનપરા
#GujaratiGhazal #Sufi #Fakir #Kabir #SpiritualFreedom #ParagRatanpara