← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ફાઈલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સરકારી કચેરીમાં
એક ફાઈલ
વીસ વરસથી
એક ટેબલથી બીજે ટેબલ
યાત્રા કરે છે.

એના પર લખ્યું છે:
‘તાત્કાલિક’.

ફાઈલમાં
એક ખેડૂતની અરજી છે —
કૂવા પર વીજળી જોડાણ માટે.

ત્રણ સરકારો બદલાઈ,
સાત સાહેબો નિવૃત્ત થયા,
બે વાર ઑફિસ નવી બંધાઈ,
ફાઈલ પર પડેલી ધૂળ
હવે સહી કરતાં વધારે જૂની છે.

ગઈ કાલે
ફાઈલ ઉપર છેલ્લો સિક્કો લાગ્યો:
‘મંજૂર.’

સાંજે
પટાવાળો કહેતો હતો,
ખેડૂતના દીકરાએ
ખેતર વેચી નાખ્યું છે —
ત્યાં હવે
મૉલ બંધાય છે.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખચશ્માંઆગલો લેખ →કરે છે