← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એકલો જાજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હંસલા, તારે એકલું ઊડવું, એકલું જાવું પાર,
સરવર છોડી, માળો છોડી, છોડી સૌ શણગાર.

સગાં-સંબંધી ઓટલા સુધી, ઘર સુધી ઘરવાળી,
મિત્રો આવે મસાણ સુધી, પછી રહે સૌ ખાલી;
એક જ દીવો ભેળો આવે, કર્મ તણો અંગાર…
હંસલા, તારે…

કોઠી ભરી ધન ભેગું કીધું, મેડી ઊંચી ચણાવી,
પણ કફનને ખિસ્સું ન હોય, વાત કોઈએ ના જણાવી;
ખાલી હાથે આવ્યો’તો ને ખાલી હાથે જાશે પાર…
હંસલા, તારે…

પરાગ કહે: જે આપ્યું તેં, એ જ સાથે આવશે,
કોઈનું આંસુ લૂછ્યું હોય, તો એ જ દીપ જલાવશે;
એકલપંથી, હસતો જાજે, મન રાખજે ઉદાર…
હંસલા, તારે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથઈ ગયોઆગલો લેખ →બાકી નથી