← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક કારણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જાતાં જાતાં એક કારણ તો દેતો જા,
આમ અધવચ્ચે છોડ્યાનું, સાજન, એકાદ બહાનું દેતો જા…

કાલ સુધી જે હાથ ઝાલીને ચાલ્યો’તો તું પાદર લગ,
આજે એ જ પાદરે ઊભી હું, ને તારાં ઊંધાં પગલાં ડગ ડગ;
પગલાંને પાછાં વાળવાનું કોઈ કારણ દેતો જા…
જાતાં જાતાં…

મારો વાંક હોય તો કહી દે, હું ય સુધારી લઉં,
ના હોય તો ય કહી દે, હું ય મનને વારી લઉં;
ખોટું ય કોઈ કારણ, સાજન, મારા સારુ દેતો જા…
જાતાં જાતાં…

પરાગ કહે: જે કારણ વિના જાય, એ જ ઊંડું વાગે,
ઘાવ તો રૂઝાઈ જાય, પણ ‘કેમ?’ રાતભર જાગે;
એક ‘કેમ’નો જવાબ દઈ, આ ઉજાગરો લેતો જા…
જાતાં જાતાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરજા આપજોઆગલો લેખ →વર્ષો પછી