ઈ.સી.જી.
ડૉક્ટરે
ઈ.સી.જી. કાઢ્યો.
રેખાઓ સીધી, શાંત —
જાણે સૂતેલી નદી.
ત્યાં જ
નર્સ બનીને
તું અંદર આવી.
મશીન પર
અચાનક
પહાડો ઊગી નીકળ્યા,
ખીણો પડી,
ધરતીકંપ થયો.
ડૉક્ટર ચશ્માં ઉતારી બોલ્યા:
‘રિપોર્ટ તો નોર્મલ છે,
પણ આ દર્દ
કોઈ મશીન નહીં પકડી શકે.’
– પરાગ રતનપરા