દોરા-ધાગા
કાંડે દોરો, ગળે તાવીજ, ઝાંપે લીંબુ-મરચાં,
તોય ન ભાગી નજર-બલા, ને વધતા ગયા ખરચા!
જોષી બોલ્યા: ‘શનિ છે ભારે, પહેરો વીંટી નીલમ’,
નીલમ આવી, પગાર ગયો, ઘરમાં છવાયો માતમ;
પાડોશીમાં મહિનાઓ લગ ચાલ્યા એના ચરચા…
કાંડે દોરો…
વાસ્તુવાળે દ્વાર ફેરવ્યું, ભાંગી નાખી ભીંત,
રસોડું ઉત્તરમાં લાવ્યા, બદલી જીવન-રીત;
હવે મહેમાન ઘર ગોતે છે — એવા થ્યા છે પરચા!…
કાંડે દોરો…
પરાગ કહે: સાચું તાવીજ તો મહેનત ને મીઠો બોલ,
માના હાથની આશિષથી મોટું નથી કોઈ મોલ;
દોરા છોડો, દિલ ખોલો, તો ઓછા થાશે ખરચા…
કાંડે દોરો…
– પરાગ રતનપરા