← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ધોળી સાડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રંગ ના નાખો રે મારે, ધોળી મારી સાડી,
ગામ આખું રમે ફાગે, હું તો ઊભી આડી.

ગયે વરસ તો એણે મારે ગાલે ગુલાલ ચોળ્યો,
આ વરસ તો ચિતાનો ધુમાડો ઘરમાં ઘોળ્યો;
પિચકારી લઈ છોરાં આવ્યાં, મેં તો બારી વાળી…
રંગ ના નાખો…

નાનકડી દીકરી દોડી આવી, મૂઠી ભરી લાલ,
‘મા, તને રંગું?’ પૂછીને અડકાડ્યો મારે ગાલ;
આંખો મારી ભીની થઈ, ને મ્હોરી ઊઠી વાડી…
રંગ ના નાખો…

પરાગ કહે: રંગ તો મનનો, સાડીનો નહીં, બેન,
ધોળા ઉપર લાલ ચડે, તો હસે આખું ગગન;
ફાગણ પાછો ઊઘડ્યો, ને લાલ થઈ ગઈ સાડી…
રંગ ના નાખો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઉજાગરોઆગલો લેખ →પીડા સાહેલી