← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઢોકળાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બર્ગરોની ભીડમાં ક્યાં શોધ તાજાં ઢોકળાં?
બા કને ખાતાં હતાં જે, યાદ ખાટાં ઢોકળાં.

‘શું બનાવું?’ વીક-એન્ડે પૂછતી પત્ની સદા,
હું કહું: ‘તું જે કરે તે’, પેટ: ‘સાદાં ઢોકળાં!’

ફ્રોઝનું પેકેટ લાવ્યા, ઓવને મૂક્યું, પછી?
ફૂલવાની વાત ક્યાં? છે સાવ કાચાં ઢોકળાં.

કૉલ પર બા પૂછતી: ‘બેટા, તને ભાવ્યું કશું?’
હા કહું, ને ઝળઝળે છે આંખ, આખાં ઢોકળાં!

ડૉલરે મળતું બધું, પણ સ્વાદ ના મળતો, ‘પરાગ’,
બા બનાવે, એ જ ભાવે, હોય જાડાં ઢોકળાં.

– પરાગ રતનપરા

#ગઝલ #હાસ્ય #ઢોકળાં #પરદેશ #માનીરસોઈ #પરાગરતનપરા
#GujaratiGhazal #HumourPoetry #Dhokla #NRILife #MothersCooking #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખપ્રેમનું પ્રશ્નપત્રઆગલો લેખ →ઝાંઝર