ધરતીનું ઋણ
આ ધરતીનું ઋણ ચૂકવવા ઊઠ રે મારા વીરા,
નરસૈંયાની કરતાલ વાગે, વાગે મીરાંના મંજીરા.
સાબરમતીને કાંઠે કોઈ કાંતે સૂતર-તાર,
ગિરનારે ગાજે છે હજુયે સંતોનો દરબાર;
પરસેવે સીંચ્યાં છે ખેતર, ડૂંડે ઝૂલે હીરા.
આ ધરતીનું ઋણ…
દરિયો દીધો દ્વારકાવાળે, રણ દીધું કચ્છ દેશ,
ખમીર દીધું ખેડુ જનને, સંતોએ ઉપદેશ;
ક્રોધ ભલે ઊકળે જગમાં, આપણ રહીએ ધીરા.
આ ધરતીનું ઋણ…
પરાગ કહે: આ માટી કેવળ નકશો નહીં રે ભાઈ,
એમાં માની મમતા ને બાપુની સચ્ચાઈ;
સાચ ન છોડે, ભલે ફરે એ ગામેગામ ફકીરા.
આ ધરતીનું ઋણ ચૂકવવા ઊઠ રે મારા વીરા…
– પરાગ રતનપરા