દાસી નથી
હું તમારા આંગણાની કોઈ પણ દાસી નથી,
ને દયા કે દાનની એવી ય હું પ્યાસી નથી.
બાપના ઘરથી વળાવી, દાનમાં દીધી મને,
જીવતી છું, ભેટમાં દેવાય તે વાસી નથી.
એ જ ચૂલો, એ જ વાસણ, એ જ ઘૂંઘટ રોજ રોજ,
કેદમાં છું, પણ ઇરાદાને હજી ફાંસી નથી.
ઘૂંઘટે ઢાંકી હતી જે, એ જ આંખોમાં હવે
આગ છે, રાણી જગી છે, ગામ આ ઝાંસી નથી.
નારની આ છે ગઝલ, તો સાંભળી લે, ઓ પરાગ,
ચાર ભીંતોમાં રહે તે આજ સંન્યાસી નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #નારી #સ્વાભિમાન #સ્ત્રીશક્તિ #સમાનતા #પરાગરતનપરા
#GujaratiGhazal #WomensDignity #SelfRespect #WomanPower #Equality #ParagRatanpara