ચિત્ર
મારી દીકરીએ
ચિત્ર દોર્યું —
એક ઘર,
એક ઝાડ,
એક સૂરજ,
ને પાંચ જણ:
મમ્મી, પપ્પા, હું, દાદી
ને એક ગાય.
મેં પૂછ્યું:
‘ગાય કેમ?’
એ બોલી:
‘દાદીના ઘરે છે ને!
ને આંગણામાં ઝાડ પણ છે,
ને સૂરજ ત્યાં
છત પાછળથી નહીં,
ખેતરમાંથી ઊગે છે.’
હું
અગિયારમા માળની
બાલ્કનીમાં ઊભો રહી
એ ચિત્ર જોઉં છું.
જે ઘર
હું છોડીને આવ્યો,
એ ઘર
મારી દીકરી
ક્રેયોનમાં
પાછું લઈ આવી.
– પરાગ રતનપરા