ચિંતા કરે
આજ જીવે ના જરા, ને કાલની ચિંતા કરે,
ખોપરી ખાલી, છતાં એ વાળની ચિંતા કરે.
કાલ પેપર છે, હજી તો ચોપડી ખોલી નથી,
પિંપલે ઊભી અરીસે, ગાલની ચિંતા કરે.
શેઠ બેઠા દેવ પાસે, હાથમાં માળા ફરે,
મન દુકાને દોડતું, ને માલની ચિંતા કરે.
દેશ ડૂબે કે તરે, નેતા ફિકર કરતા નથી,
જીતવાની ચૂંટણી, બસ ચાલની ચિંતા કરે.
સૌ ગણે છે લાભ-ખોટો, ને હિસાબે છે મગન,
એક પાગલ આ પરાગ જ વ્હાલની ચિંતા કરે.
– પરાગ રતનપરા
#ગઝલ #હાસ્યવ્યંગ #ચિંતા #દંભ #રાજકારણ #પરાગરતનપરા
#GujaratiGhazal #HumourAndSatire #Worry #Hypocrisy #Politics #ParagRatanpara