છૂટા શેર ૮૩૨૧–૮૩૪૫
૮૩૨૧.
નથી ફૂલ, તોયે સુગંધી રહી,
ગયાં બા, છતાં ઓરડે બા વસે.
૮૩૨૨.
નદી દોડતી, હાંફતી, ઝૂરતી,
પછી સાગરે ઓગળી, સાવ ખાર.
૮૩૨૩.
ગયા એ રસોડે, બળી ભાખરી,
પછી ગામ દોડ્યું બુઝાવા અગન.
૮૩૨૪.
હતો ગામમાં એક કૂવો જરઠ,
નળે ક્યાં હવે એ તરસ, એ પરસ?
૮૩૨૫.
પરાગે સહી ના કરી ક્યાંય પણ,
હવામાં જ સઘળી ગઝલ ઓગળી.
૮૩૨૬.
ચિતા પર સુવાડી, ગયા સૌ જનો,
ધુમાડો જ બસ સાથ દેતો હતો.
૮૩૨૭.
તને જોઈ, ને ચાંદ શરમાઈ ગ્યો,
ઘડી વાદળે જઈ છુપાયો પછી.
૮૩૨૮.
હતો પ્રેમ સાચો, ન'તી નોકરી,
વરી અન્યને, હું ગઝલ થઈ ગયો.
૮૩૨૯.
તિરાડો ધરામાં, નજર આભમાં,
હળે ચૂપ, બળદો ઉદાસી ઘણી.
૮૩૩૦.
અરીસો ન બોલે કદી જૂઠ, પણ
બતાવે સદા ઊલટા હાથને.
૮૩૩૧.
વિદેશે સડક છે, મકાનો નવાં,
નથી એ ગલી, ધૂળ, ને ધેનુ ત્યાં.
૮૩૩૨.
ફકીરી ખરી, હાથ ખાલી રહે,
ભરે તો નમે છે હૃદય ભારથી.
૮૩૩૩.
પરાગે તને ફૂલ જેવી કહી,
ભલે શૂળ થઈ, તોય વ્હાલી ગણી.
૮૩૩૪.
બુઢાપે અમે બાંકડે બે જણાં,
ઢળે સાંજ, ને હાથમાં હાથ છે.
૮૩૩૫.
નિશાળે જતા, ત્યાં હતી આંબલી,
હજી દાંત ખાટા કરે છે સ્મરણ.
૮૩૩૬.
વિકાસે બનાવ્યો નવો એક રોડ,
ગયા માસમાં એ જ ખાડો થયો.
૮૩૩૭.
કપાળે જરા હાથ માનો હતો,
તરત તાવ ભાગ્યો, દવા ના ખપી.
૮૩૩૮.
અમે શબ્દ વાવ્યા, મળી ચૂપકી,
ફસલ એ જ મીઠી, ગમી સૌ કને.
૮૩૩૯.
હવે બાળ સૌ ફોનમાં ખેલતાં,
ગલી ચૂપ, મેદાન ઝૂરે હવે.
૮૩૪૦.
પરાગે ઉઘાડ્યું હૃદય સાવ, ને
હવે ત્યાં ભમરના ઉતારા થયા.
૮૩૪૧.
ઝરે મેહ, ને યાદ તારી ઝરે,
ઝરૂખો ય ભીનો, નયન પણ સજલ.
૮૩૪૨.
હતી લાલ બત્તી, ઘણા હૉર્ન પણ,
ફસાયું હૃદય પણ નગર-જામમાં.
૮૩૪૩.
પરાગે સમય સાથ શરતો કરી,
ભલે કાળ જીત્યો, ગઝલ પણ ટકી.
૮૩૪૪.
ગયો નાવ લઈ સાયબો, ના ફરે,
કિનારે હજી એક દીવો બળે.
૮૩૪૫.
હજી ઉંબરે બા ઉભી રાહમાં,
ભલે પુત્ર પરદેશ, ના આવતો.
– પરાગ રતનપરા