← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૩૧૨૩–૩૧૪૮

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૩૧૨૩.
નથી ઘરમાં કશું ખાવા, છતાં મા ભૂખ ના બોલી,
બધાંને પીરસી, ખાલી તપેલી ચૂપ થઈ ધોતી.

૩૧૨૪.
પિતાના હાથ ખરબચડા, હથેળીમાં તિરાડો’તી,
છતાં એ હાથમાં ઝૂલ્યો, હતાં મખમલ થકી કોમળ.

૩૧૨૫.
હતી પાટી, હતી પેનો, હતો મીઠો ઘણો કક્કો,
હવે ટેબ્લેટમાં બાળક, ન જાણે શું હતી પાટી.

૩૧૨૬.
ઉઘાડી રાખ બારી તું, હવા આવે, દુવા આવે,
કદી વીતેલ ટહુકો પણ, ઉડીને આ ઘરે આવે.

૩૧૨૭.
હતો મેળો, હતી ભીડો, હતો ચગડોળ ને ઢોલી,
હવે ‘મૉલે’ મળે સઘળું, મળે ના એ જ ઠઠ્ઠોળી.

૩૧૨૮.
સવારે ખૂન ને બળતાં ઘરોની છે ખબર છાપે,
પછી ચા પી, બગાસું ખાઈ, હું ઑફિસ ભણી દોડું.

૩૧૨૯.
મને દરિયો કહે: ‘લાવો, તમારાં આંસુ હું રાખું,’
હસીને હું કહું: ‘ના રે, તને ખારો કરું શાને?’

૩૧૩૦.
પરાગે બાગમાં જોયું, ખરે છે ફૂલ ચુપચાપે,
ખરે છે તોય ખુશબૂને હવામાં વેરતું જાતું.

૩૧૩૧.
વતનની ધૂળ, માટીની સુગંધી, ઓટલો, પીપળ,
વિદેશે ફ્લેટમાં બેઠો, હજી એ સૌ ગણું રાતે.

૩૧૩૨.
બધાંએ ચાંદ માગ્યો, ને બધાંએ તારલા માગ્યા,
અમે માગ્યો ફકત નાનો, અમારી ઝૂંપડીનો દીપ.

૩૧૩૩.
તમે ભીંતો ચણી દીધી, અમે બારી પડાવી ત્યાં,
તમે તાળાં જડી દીધાં, અમે ચાવી બની બેઠા.

૩૧૩૪.
વિના ચશ્માં હજી વાંચે, હજી દોડે બધે ઘરમાં,
હજી નેવું વરસની બા, બની ઘરની ધરી બેઠી.

૩૧૩૫.
હવે પત્રો નથી આવ્યા, ટપાલી પણ નથી દેખ્યો,
ગલીના નાકની પેટી, હવે સૂની પડી ખાલી.

૩૧૩૬.
નદી પથ્થર કને પૂછે: ‘તને શું ના થયું ભીનું?’
કહે પથ્થર: ‘ઘસાયો છું, છતાં ભીનો થયો ના હું.’

૩૧૩૭.
હતો જે કાલ ચોકીદાર, એ ચોરો તણો રાજા,
અને ચોરો થયા નેતા, હવે ઘુવડો જ જાગે છે.

૩૧૩૮.
જનમ થ્યો દીકરીનો ત્યાં, પિતા ના હરખથી નાચ્યા,
પછી એ દીકરીએ ઘડપણે પાળ્યા, રડી પડિયા.

૩૧૩૯.
કદી ગુસ્સો, કદી રુસણું, કદી હસવું, કદી રડવું,
સમયના ચાકડે એ સૌ થયાં સંબંધના વાસણ.

૩૧૪૦.
ઘડીભર બેસ ને, શાની ઉતાવળ છે મુસાફરને?
તને મંઝિલ મળી જાશે, મળે ના આ પડાવો પણ.

૩૧૪૧.
હસી લેવું, રડી લેવું, મળે તે પી અને ખાવું,
પરાગે જિંદગી આખી, લખી બે ચાર શબ્દોમાં.

૩૧૪૨.
ધરા પર ઝાડ વાવ્યું તો બધાંને છાંયડો આજે,
અમે શબ્દો જ વાવ્યા, તો ગઝલ થઈ ઊગશે કાલે.

૩૧૪૩.
નથી સૂરજ, નથી ચાંદો, નથી તારા, નથી દીવો,
છતાં અંધારમાં મા તો મને શોધી જ લે છે, જો.

૩૧૪૪.
પરાગે ફૂલને પૂછ્યું: ‘ખરે ત્યારે રડે છે તું?’
કહે: ‘ના, બીજ થઈને હું ફરીથી ઊગવાનું છું.’

૩૧૪૫.
અમે ચોપાટ રમતા’તા, હતો દાદો, હતી દાદી,
હવે ચોપાટ ફોનોમાં, રમે છે અજનબી લોકો.

૩૧૪૬.
હતી ઘરમાં ગરીબી, પણ હતો સંતોષ સઘળાંને,
હવે ધન છે, ઘણું છે, પણ નથી સંતોષ એકેને.

૩૧૪૭.
પરાગે, બાગ સૂનો છે, ન કોયલ છે, ન છે ભમરો,
છતાં ખીલી કળી, ને થઈ ગયો આ બાગ પણ લીલો.

૩૧૪૮.
નથી ભૂલ્યો કદી ઝૂલો, નથી ભૂલ્યો કદી આંબો,
ગયો પરદેશ, પણ પાછળ હૃદય મૂકી ગયો ઝૂલે.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૩૦૬૬–૩૧૨૨આગલો લેખ →છૂટા શેર ૩૧૪૯–૩૧૮૪