← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૬૧૬–૧૬૪૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૬૧૬.
પિતાજીની હજી ચંપલ પડી છે ઓટલે, જાણે
હજી એ સાંજ પડતાં ઘર ભણી આવી જશે હમણાં.

૧૬૧૭.
તમારો પત્ર વાંચું છું, હવે વરસો પછી, ત્યારે
હજી દેખાય છે મુજને પડેલું એક ટીપું ત્યાં.

૧૬૧૮.
પરાગે જિંદગીભર મ્હેક વેરી સૌ દિશાઓમાં,
હવે જ્યાં પાનખર આવી, ભ્રમર સૌ ઠાલવે ગીતો.

૧૬૧૯.
મળે છે રોજ સ્ક્રીને દીકરો, પરદેશથી હસતો,
અડે મા સ્પર્શવા એને, અડે ત્યાં કાચ ઠંડો છે.

૧૬૨૦.
હૃદયના આયને જોયું, તરત તું ત્યાં હતો, સાકી,
હવે ના જામ, ના પ્યાલી, ન મયખાનું, ન કો' શીશો.

૧૬૨૧.
કપાતું ઝાડ બોલ્યું, ‘લ્યો, ભલે કાપો, છતાં છાંયો
તમારાં બાળકો માટે જતાં જાતાં ધરું છું આ.’

૧૬૨૨.
પરાગે ગીત ગાયાં, ને ગઝલ પણ ગાઈ સાંજે, પણ
હજી સંગીત સાચું તો હતું હાલાં મહીં માના.

૧૬૨૩.
હિમાલયની ગુફામાં જઈ ઘણાં વર્ષો તપસ્યા, પણ
હતો ઈશ્વર ઘરે માના ચરણમાં મલકતો બેઠો.

૧૬૨૪.
કતારોમાં વિતાવી જિંદગી આખી, પછી છેલ્લે
સ્મશાને પણ લગાવેલી હતી લાંબી કતારો ત્યાં.

૧૬૨૫.
છપાવી મેં ગઝલની ચોપડી ખર્ચો કરી પોતે,
હવે મફતે વહેંચું છું, છતાં વાંચે નહીં કો' પણ.

૧૬૨૬.
પરાગે આંસુઓ સાથે ગઝલ છેડી સભા વચ્ચે,
ઘણી તાળી પડી, ને સૌ કહે કેવો સરસ અભિનય!

૧૬૨૭.
ઝરૂખે એકલો બેઠો, અને ચાંદો ય એકલ છે,
અમે બંને નિરાંતે રાતભર ગપ્પાં લડાવીએ.

૧૬૨૮.
હથેળીમાં હતો માના ગજબનો સ્વાદ રોટીમાં,
હવે હોટેલમાં હજ્જાર ચાખું, ક્યાં મળે એ સ્વાદ?

૧૬૨૯.
પરાગે મૌનને ગાયું, પછી શબ્દો સુવાડ્યા'તા,
ગઝલ ત્યારે જ જન્મી જ્યાં, નયન બે મૌન થઈ બોલ્યાં.

૧૬૩૦.
વસંતો કેટલી આવી, ગણી ના પણ, હવે છેલ્લે
મને સૌથી ગમી પીળી ધરા, પીળાં ખરેલાં પાન.

૧૬૩૧.
હતી જે મા તણી માળા, હજી ફરતી રહે, જાણે
ગણે છે એ જ મણકા, ને દુઆ વરસે મને માની.

૧૬૩૨.
નગરમાં ફ્લેટની બારી ઉપર કૂંડું, અને એમાં
ઉગાડ્યું ગામનું ખેતર, ઉગાડી બાળપણની સીમ.

૧૬૩૩.
તિજોરીમાં હતું સોનું, હતા મ્હેલો ઘણા ઊંચા,
ગયો ત્યારે ઉઘાડા હાથ, ને ખાંપણ ઉછીનું'તું.

૧૬૩૪.
અષાઢી રાત, વાદળની ગરજ, ને સાવ સૂનું ઘર,
તમે પરદેશ, ને મારે હૃદય વરસાદ વરસે છે.

૧૬૩૫.
પરાગે ફૂલને પૂછ્યું, ‘ખરીને ક્યાં જશે તું, બોલ?’
હસીને ફૂલ બોલ્યું, ‘મ્હેક થઈ હું તો હવામાં છું.’

૧૬૩૬.
સવારે રોજ દાદાજી ધરે દાણા કબૂતરને,
હવે દાદા નથી, તોયે કબૂતર રોજ આવે છે.

૧૬૩૭.
ભણીને દીકરો મોટો થયો, ભૂલી ગયો ખેતર,
પિતા હરખે, છતાં હળ ખેંચતા એકલ હવે ખેતર.

૧૬૩૮.
પરાગે મ્હેક સઘળી દઈ હવાને, ને થયો ખાલી,
છતાં ભમરા હજી આવે, ગઝલ સુણવા જરા એની.

૧૬૩૯.
નિરાંતે એકલી ડોશી, બિલાડી સાથ બેઠી છે,
ગયાં સંતાન પરદેશે, હવે આ એક સંગાથી.

૧૬૪૦.
પઢે ગીતા સવારે, ને બપોરે ત્રાજવું ખોટું,
અને સાંજે ફરી દેવળ, વગાડે ઘંટ બહુ જોરે.

૧૬૪૧.
બજારે રોશની ચીની, અને કુંભારના દીવા
બિચારા સાંજ લગ બેઠા, ન વેચાયા, ઠરી ગ્યા સૌ.

૧૬૪૨.
પરાગે તો હવા પાસે ઉધારી બે પળો માગી,
હવાએ આયખું આખું ધરી દીધું સુગંધીમાં.

૧૬૪૩.
ભણી કન્યા, ગગનમાં જઈ, વિમાનો હાંકતી આજે,
કહે જે ગામ: ‘ચૂલો ફૂંક’, એ તાળી હવે પાડે.

૧૬૪૪.
નિરાંતે આંખ મીંચી, ને પછી સપનું થયો દાદો,
હવે એ વારતા થઈને, રમે છે બાળ-હોઠો પર.

૧૬૪૫.
ઘણું આપ્યું, ઘણું લીધું, હિસાબો કોણ રાખે, ભાઈ?
હવે ખાતાવહીમાં બસ ગઝલનો એક સરવાળો.

– પરાગ રતનપરા

શેર
← પહેલો લેખછૂટા શેર ૧૫૮૬–૧૬૧૫આગલો લેખ →છૂટા શેર ૧૬૪૬–૧૬૬૫