← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છૂટા શેર ૧૪૨૬–૧૪૬૫

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

૧૪૨૬.
નદી પાર ગામે મને સાદ પાડ્યો,
હતો એક પીપળ, હતો એક ચોરો.

૧૪૨૭.
તને પત્ર લખવા કલમ જ્યાં ઉપાડી,
ખરી આંખ, કાગળ ઉપર એક ટીપું.

૧૪૨૮.
ભલે ઝૂંપડી, રોટલો સ્વાદ આપે,
ધનિકના ઘરે ભૂખ ક્યાં લાગતી, ભાઈ?

૧૪૨૯.
ઉઘાડાં હતાં બારણાં રાતભર, ને
તમે ના જ આવ્યા, પવન ખટખટાવે.

૧૪૩૦.
બધે છે ખુદા, એમ સૌ લોક બોલે,
પછી કેમ મંદિર ઉપર યુદ્ધ ચાલે?

૧૪૩૧.
ઘણી વાર હાર્યો, ઘણી વાર જીત્યો,
ખરી જીત હારી ગયો જ્યાં તને હું.

૧૪૩૨.
હતી ધૂળ દેહે, હતાં ઝાડ ઊંચાં,
હવે હાથ ચોખ્ખા, ન રમતો, ન ટોળી.

૧૪૩૩.
નયનમાં ભરી લાજ, ચાલી નવોઢા,
પગે ઝાંઝરી ને ગળે સાત ફેરા.

૧૪૩૪.
પિતાએ વળાવી ગયાં દીકરીને,
પછી ઓરડે જઈ પિતાજી રડે છે.

૧૪૩૫.
કહે જ્યોતિષી, ‘ભાઈ, ગ્રહ સૌ નડે છે,’
ધરો દક્ષિણા, તો બધા ગ્રહ નમે છે.

૧૪૩૬.
નશો શબ્દનો છે, નશો આ ગઝલનો,
ચડે ના સુરાથી, ચડે એ પરાગે.

૧૪૩૭.
ત્યજી ગામ, ઘર ને ગલી, ને ગયો હું,
હજી ત્યાં જ અટકેલ છે મન ખરું તો.

૧૪૩૮.
પતંગો કપાયા, કપાયા ઘણા દિલ,
છતાં ઉત્સવે ગામ નાચે અગાસે.

૧૪૩૯.
ન મારું, ન તારું, બધું આ પરાયું,
બધું છે ઉછીનું, હયાતી ય પોતે.

૧૪૪૦.
હતો ચાંદ ઊંચે, ધરા પર ચકોરી,
વચે એક આખું ગગન, ને તરસ છે.

૧૪૪૧.
ભરે બેડલું, ગાય માતા, નદીએ,
નદી ના રહી, ના રહી મા, ન ગાણું.

૧૪૪૨.
ઘણાં સ્વપ્ન જોયાં, ઘણાં છે અધૂરાં,
છતાં આંખ ઝંખે નવાં સ્વપ્ન કાલે.

૧૪૪૩.
નગરમાં ઘણાં છે, બધાં પણ અજાણ્યાં,
ગલી ગામની, સાવ ખાલી, સગી’તી.

૧૪૪૪.
ઘરે ફોન આવ્યો: ‘પિતાજી ગયા છે,’
પહોંચ્યો હતો જ્યાં, ઠરી રાખ ત્યાં તો.

૧૪૪૫.
ઘરે રોજ દીવો કરે મા, અને એ
પ્રકાશે ઘરોને, બળે મા ય પોતે.

૧૪૪૬.
તમે પૂછતા: ‘શું ગઝલ?’ શું કહું હું?
રડેલી હસી છે, હસેલું રુદન છે.

૧૪૪૭.
હવે ના રહી આંબલી કે ન આંબો,
નગર પર હવે કાચનાં ઝાડ ઊંચાં.

૧૪૪૮.
સુદામા ગયો લઈ મુઠી તાંદુલો જ્યાં,
નમી શ્યામ દીધી ભરી દ્વારિકા ત્યાં.

૧૪૪૯.
વચન સો ધરી, મત બધા લઈ ગયા એ,
હવે ગામ શોધે, ‘કયા ગામ એ ગ્યા?’

૧૪૫૦.
વસંતે કળી ને કળી ઝૂમતી’તી,
અમે પાનખરમાં હજી ઝૂરતા’તા.

૧૪૫૧.
મને ભીડમાં કોઈએ સાદ પાડ્યો,
હતો ભ્રમ, મરેલી હતી મા વરસથી.

૧૪૫૨.
ગઝલ પર બધા ‘વાહ!’ બોલ્યા સભામાં,
છતાં ચોપડી કોઈ ના લઈ ગયું ત્યાં.

૧૪૫૩.
શિયાળે ભરી તાપણું, ગાય ગાથા,
ઘરે ગામ જામે, ઢળે રાત ધીમે.

૧૪૫૪.
તને ક્યાં ખબર, રાત શું છે ઝુરાપો?
જરા પૂછ તું આ સળો ચાદરોના.

૧૪૫૫.
ઘડે ઈશ ઘટ, ને ટપારે, તપાવે,
પછી જળ ભરી, દે તરસ પણ ગજબની.

૧૪૫૬.
હવે પૌત્ર ‘દાદા’ કહે ફોનમાં બસ,
ન ખોળે રમે છે, ન દાઢી અડે છે.

૧૪૫૭.
તમારું ગુલાબી સ્મરણ છે હજી પણ,
કિતાબે દબાયું, સુકાયું ભલે ને.

૧૪૫૮.
અમે તો હતા સાવ ઝાકળ સરીખા,
સવારે હવા થઈ, ગયા ઓગળી સૌ.

૧૪૫૯.
પરાગે લખી રાતભર એક ચિઠ્ઠી,
સવારે ઉઘાડી, હતી મ્હેક એમાં.

૧૪૬૦.
હતું ખેતરે ઝૂંપડું, ખાટલો ને,
હતાં તારલા, ચાંદ, ને ગીત બાનું.

૧૪૬૧.
સફર દૂરની, ને થયા પગ જ ભારે,
છતાં ઘર ભણી દોડતું મન અમારું.

૧૪૬૨.
પરાગે હવામાં લખી છે ગઝલ, ને
ગુલાબો બધાં ગાય છે એ ગઝલને.

૧૪૬૩.
નથી નામ ક્યાંયે પરાગે લખાવ્યું,
છતાં મ્હેક એની ઘરે ઘર પહોંચી.

૧૪૬૪.
પરાગે ધરા પર ભલે ઘર ન બાંધ્યું,
ગગન છત, હવા ઓરડો, ને ઘણું છે.

૧૪૬૫.
અમે આંખથી વાત કીધી હજારો,
તમે શબ્દ માગ્યા, અમે ચૂપ થઈ ગ્યા.

– પરાગ રતનપરા

---

કવિ: પરાગ રતનપરા · તખલ્લુસ: ‘પરાગ’
કાવ્ય ક્રમ ૭૩૨–૮૩૧ · શેર ક્રમ ૧૪૬૬–૧૬૬૫

શેર
← પહેલો લેખછૂટા શેર ૧૩૮૬–૧૪૨૫આગલો લેખ →ભાઈબંધ