← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છાંયડાની રમત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બપોરે
ધોમ તડકામાં
રસ્તો બાંધતી એક મજૂરણ
પોતાના બાળકને
લીમડા નીચે
સુવડાવે છે.

સૂરજ
ધીમે ધીમે
ઝાડને ખસેડે છે,
છાંયો ખસે છે,
મા
બાળકને ખસેડે છે.

આખો દિવસ
આ રમત ચાલે છે —
સૂરજ ખસેડે,
છાંયો ખસે,
મા ખસેડે.

સાંજે
ઝાડ થાકી જાય છે,
સૂરજ ઢળી જાય છે,
અને મા
અંધારામાં પણ
બાળકને
થોડું થોડું
ખસેડ્યા કરે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાયાનો રંગઆગલો લેખ →કહું શું?