← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છાનાં કાગળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છાનાં છાનાં કાગળ લખું, સંતાડું ઓશીકા નીચે,
પગરવ સાંભળું ત્યાં તો મારું હૈયું ધડકે ઊંચે.

નાની બેની ચોર બનીને શોધી લાવી ચિઠ્ઠી,
આખા ઘરમાં વાંચી બોલી: ‘વાહ રે, કેવી મીઠ્ઠી!’
લાજી મરી હું, ભાભી હસતાં હસતાં ચૂંટી ખેંચે…
છાનાં છાનાં કાગળ…

બાપુ બોલ્યા: ‘આ ઉંમરમાં ધ્યાન દેજે ભણતરમાં’,
મા કંઈ ના બોલી, પણ રાતે આવી મારા ઘરમાં;
માથે હાથ ફેરવી બોલી: ‘વાંચું ના, બસ રાખજે નીચે…’
છાનાં છાનાં કાગળ…

પરાગ કહે: આ કાગળિયાં તો હૈયાનાં છે ફૂલ,
સંતાડો તો ય મ્હેકી ઊઠે, એ જ એની ભૂલ;
પ્રેમ તો ગાલ ઉપર લાલી થઈ આપોઆપ જ પહોંચે…
છાનાં છાનાં કાગળ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહસીનેઆગલો લેખ →બે ટીપાં