ચા-પાણી
ઉઘાડે છે કચેરીનાં બધાં યે દ્વાર ચા-પાણી,
નહીં તો ફાઈલોનો ના કદી ઉદ્ધાર — ચા-પાણી!
ભરી અરજી, ઘણા ધક્કા, ઘસાયાં ચંપલો મારાં,
પછી જાણ્યું, અહીં સૌનો ખરો આધાર ચા-પાણી.
ભલે ‘ડિજિટલ’ થયું સઘળું, ભલે ‘પોર્ટલ’ નવા આવ્યા,
છતાં સર્વર ય માગે છે ઘણી દરકાર, ચા-પાણી.
જનમનો દાખલો લેવા ગયો, બાળક થયો મોટો,
ધરી જ્યાં નોટ, ત્યાં તો સૌ થયું તૈયાર, ચા-પાણી.
પરાગે આ ગઝલ મૂકી, ઇનામો કાજ, ત્યાં સામે
કહે નિર્ણાયકો હસતાં, ‘ખરો સત્કાર ચા-પાણી!’
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સરકારીકચેરી #લાંચ #અમલદારશાહી #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Bureaucracy #Bribery #RedTape #ParagRatanpara