બોલ તું
મૌન પણ ઝેર છે, કૈં કશું બોલ તું,
રૂસણું છોડ ને, જે ખરું બોલ તું.
ગાંઠ વાળી હતી કેટલાં વર્ષની,
આજ ખોલી હૃદય, એ બધું બોલ તું.
એ જ રીસામણાં, એ જ મ્હેણાં હવે,
સાંભળું કૈં નવું? તો નવું બોલ તું.
જીતવું હોય તો જીત, વાંધો નથી,
હારમાં સુખ મળે છે ઘણું, બોલ તું.
આ પરાગે ઘણી ચૂપ વાંચી હવે,
જે ગઝલમાં ન આવે, અહીં બોલ તું.
– પરાગ રતનપરા
#ગઝલ #સંવાદ #રિસામણાં #દાંપત્ય #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #Dialogue #LoversQuarrel #SpeakYourHeart #Silence #ParagRatanpara