← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીતર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં તને શોધ્યો શિખર પર, તીર્થમાં ને ઉપવને,
તું હતો મારી જ અંદર, રોજ હું ભૂલ્યો તને;
લોક જાત્રાએ ગયા'તા, ને ફરી ખાલી થયા,
આંખ મીંચી, એક ક્ષણમાં તું જ દેખાયો મને.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફોટામાંઆગલો લેખ →છૂટા શેર ૩૪૬૬–૩૫૦૫