← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રેલના ડબ્બે ચડે છે ગાંસડીનો ભાર લઈ,
ને ઘરે પાછો ફરે છે ઝૂંપડીનો ભાર લઈ.

બાપુના માથે હતી, ને આજ મારે શિર ચડી,
આબરૂની એ જ ઊંચી પાઘડીનો ભાર લઈ.

દીકરી ચાલી સજીને, આંખમાં થોડાં સપન,
ને ઘણાં કોડે ભરેલી ચૂંદડીનો ભાર લઈ.

વૃદ્ધ દાદા ઓસરીએ, આંખ ઝાંખી, કાન બંધ,
ચાલતા એ જિંદગીની લાકડીનો ભાર લઈ.

આ પરાગે કોઈ પણ બોજો ઉપાડ્યો ના, છતાં
એ ય ઝૂક્યો કોઈ ઝીણી પાંખડીનો ભાર લઈ.

– પરાગ રતનપરા

#ગઝલ #ભાર #જવાબદારી #કૂલી #આબરૂ #પરાગરતનપરા
#GujaratiGhazal #Burden #Responsibility #ThePorter #FamilyHonour #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસળિયાઆગલો લેખ →વસંત