ભાઈબંધ
રાતભર ગપ્પાં લડાવે એ મજાનો ભાઈબંધ,
હું પડું તો દોડતો આવે દિવાનો ભાઈબંધ.
આમલીના કાતરા ને બોર ખીસ્સે લાવતો,
ભાગ પાડી આપતો અડધો, ખજાનો ભાઈબંધ.
ગામ છૂટ્યું, ઘર બદલ્યાં, ને બદલ્યા દેશ પણ,
એ જ ટહુકો, એ જ ગાળો, એ તરાનો ભાઈબંધ.
બાળપણમાં જે હતો, એવો જ એ આજેય છે,
આજ સાઠે પણ મળે તો થાય નાનો ભાઈબંધ.
નામ, નાણાં, ઘર, ગુમાવ્યું સૌ ‘પરાગે’, તે છતાં
તોય ના છોડે, ભલે રૂઠે જમાનો, ભાઈબંધ.
– પરાગ રતનપરા
#ગઝલ #મિત્રતા #ભાઈબંધ #બાળપણ #દોસ્તી #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #ChildhoodFriend #Brotherhood #TrueFriends #ParagRatanpara