બેસ ને
કપ મહીં બાકી રહી છે, આ ગરમ ચા, બેસ ને,
સાંજ પણ ધીરે ઢળે છે, લંબ છાયા, બેસ ને.
ટ્રેન તો આવ્યા કરે છે રોજ પાટા પર નવી,
આ ઘડી પાછી ન આવે, એ જ આશા, બેસ ને.
તું જશે તો ઓરડો પણ ચૂપ થઈ જાશે, સખી,
ભીંત પર લટકી રહેશે એક ગાથા, બેસ ને.
વીડિયો કૉલે મળીશું રોજ, માન્યું, પણ સખી,
ટેરવાંની હૂંફ ક્યાંથી? સ્પર્શ-ભાષા, બેસ ને.
જે ઘડી ઊડી જશે આ ફૂલથી એનો ‘પરાગ’,
ફૂલ કરગરશે પવનને: ‘રાખ માયા, બેસ ને.’
– પરાગ રતનપરા
#ગઝલ #વિદાય #બેસને #પ્રેમ #સાંજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Farewell #StayAWhile #Love #Evening #ParagRatanpara