બે કપ
પચાસ વરસ
એણે સવારે
બે કપ ચા બનાવી.
એક એનો,
એક એમનો —
ઓછી ખાંડ, વધારે આદુ.
એમને ગયે
આજે છ મહિના થયા.
દીકરો કહે છે:
‘મમ્મી, હવે એક જ કપ…’
એ હા પાડે છે.
માથું હલાવે છે.
ને બીજી સવારે
ફરી
બે કપ.
એક પી લે છે.
બીજો
ઠરવા દે છે,
ધીમે ધીમે,
જેમ એ પચાસ વરસ
રાહ જોતી —
‘છાપું પૂરું થાય ત્યાં સુધી.’
– પરાગ રતનપરા