બસ આટલું
ખેડૂતે
આકાશ સામે જોઈને
કશું માગ્યું નહીં.
ન છલકાતી નદી,
ન ભરાતો કૂવો,
ન કોઠાર ભરાય એવો મોલ.
એણે
માત્ર ખોબો ધર્યો.
બસ,
એટલું વરસ
કે આ ખોબો ભરાય,
ને હું
મારી દીકરીના
ધૂળવાળા પગ ધોઈ શકું
એના લગનના દિવસે.
વાદળ
થોડી વાર અટક્યું,
પછી
ખેતર આખું
રડી પડ્યું.
– પરાગ રતનપરા